<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

ત્રણ નરાધમોએ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો વેચ્યા હતા, વીડિયો ચેનલ પર અપલોડ પણ કર્યા : રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલના સીસીટીવી ફુટેજના વીડિયો વાયરલ થવાના મામલે શરૂ કરવામાં આવેલી તપાસ આંતરરાષ્ટ્રીય કૌભાંડની દિશામાં જઇ રહી હોવાની વિગતો સામે આવી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીને ઝડપી પાડી તપાસ કરતાં ત્રણેય નરાધમોએ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો વેચ્યા હતા અને વીડિયો સોશિયલ મીડિયા ચેનલ પર અપલોડ પણ કર્યા છે. તપાસનો દોર ચાલી રહ્યો છે.

(11:32 AM IST)