News of Monday, 24th February 2025
અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા ભારતીય ઈમીગ્રાન્ટ્સ મામલે અમૃતસરના ૪૦ ટ્રાવેલ એજન્ટોના લાઇસન્સ રદ: રવિવારે પનામાથી ૧૨ ભારતીય નાગરિકોના પ્રથમ જથ્થા સાથેની ફ્લાઈટ દિલ્હી આવી પહોંચી : અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકોને લઈને પંજાબ સરકારના પ્રશાસને ટ્રાવેલ એજન્ટો સામે આકરી કાર્યવાહી કરી છે અને અમૃતસરના ૪૦ ટ્રાવેલ એજન્ટોના લાઈસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. : દરમિયાન અમેરિકાથી પનામા મોકલવામાં આવેલા ૧૨ ભારતીય નાગરિકોને લઈને એક ફ્લાઇટ રવિવારે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચી હતી. પનામાથી પરત લાવવામાં આવેલા આ પ્રથમ જથ્થો. : અમેરિકાથી ડાયરેક્ટ અત્યાર સુધીમાં કુલ ૩૩૨ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ભારત ડિપોર્ટ કર્યા હતા.

(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
