<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

વહેલી સવારે બંગાળની ખાડીમાં રિક્ટર સ્કેલ પર ૫.૧ ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો: જેની જોરદાર અસર કોલકત્તા અને કટક તથા આસપાસના વિસ્તારમાં અનુભવાય : આજે ભારતીય સમય મુજબ સવારે ૬.૧૦ વાગ્યે બંગાળની ખાડીમાં રિક્ટર સ્કેલ પર ૫.૧ ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો. જેની જોરદાર અસર કોલકત્તા અને કટક તથા આસપાસના વિસ્તારમાં અનુભવવામાં આવી હતી. કોઈ નોંધપાત્ર નુકસાની કે જાનહાનિના અહેવાલ નથી. કેન્દ્ર બિંદુ ઓડિસાથી ૧૭૫ કિલોમીટર દૂર હોવાનું મનાય છે.

(9:35 AM IST)