<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

નરેન્દ્રભાઈ મે મહિનામાં રશિયા જાય તેવી શક્યતા : રશિયન વર્તુળો એ જણાવ્યું છે કે મહાન યુદ્ધમાં વિજય મેળવ્યાની ૯મી મેના દિને આવતી ૮૦મી જયંતિએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રશિયાની મુલાકાતે આવશે તેવી શક્યતા છે. ૯ મે ૧૯૪૫ના દિવસે સોવિયેત સંઘે હિટલરનાં સૈન્યને પરાજિત કરી પૂર્વજર્મની અને બર્લિન પર કબ્જો મેળવ્યો હતો : મહાકુંભમાં લગભગ અડધો લાખ લોકો વિખુટા પડી ગયેલ : મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે આવેલ ૪૮,૫૦૦ લોકો તેમના પરિવારથી વિખુટા પડી ગયા, જોકે એક છ વર્ષના બાળક સિવાય સૌ પોતપોતાના પરિવાર સાથે ફરી જોડાઈ ગયા છે : યુક્રેન દીવા સ્વપ્નો જોવાનું છોડી દે: ટ્રમ્પનો ધડાકો : યુક્રેન નાટોના જોડાણ સાથે જોડાવાનું સ્વપ્ન જોવાનું છોડી દે, પ્રથમ કેબિનેટમાં ટ્રમ્પનો ધડાકો : આસામમાં વહેલી સવારે જોરદાર ભૂકંપ : આસામના મોરીગાંવમાં પ ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો વહેલી સવારે આવ્યો હતો : નરેન્દ્રભાઈ આજે ઉત્તરાખંડમાં: યોગી આદિત્યનાથે કુંભમેળાના સમાપનની સત્તાવાર જાહેરાત કરી : નરેન્દ્ર ભાઈ આજે ઉત્તરાખંડની શીતકાલીન યાત્રાનું ઉદ્ઘાટન કરી રહ્યા છે જ્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે મહાકુંભની સમાપ્તિની સત્તાવાર જાહેરાત કરી રહ્યા છે : ટ્રમ્પ કેબિનેટમાં કેટલાક પત્રકારોને એન્ટ્રી ન મળી, કેટલાકને એન્ટ્રી અપાઈ : ટ્રમ્પની પ્રથમ કેબિનેટ બેઠકમાં પ્રવેશવાની કેટલીક સમાચાર સંસ્થાના પત્રકારોને મંજૂરી આપવામાં આવી નહોતી, તો કેટલીક ચેનલોને મંજૂરી મળી હતી : અમેરિકી ખાનગી કંપનીનું લેન્ડર યાન છ માર્ચે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરાણ કરશે : અમેરિકાની ઇન્ટ્યુટીવ મશીન્સ કંપનીનું લેન્ડર યાન છોડવામાં આવ્યૂ જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર છ માર્ચે ઉતરાણ કરશે, સાથે ડ્રોન પણ લઈ ગયેલ છે

(9:40 AM IST)