<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

સેક્સ વર્કરની કહાની ઉપર આધારિત "અનોરા" બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ જીતી ગઈ: એડમ જે ગ્રેવસ્સ અને સુચિત્રા મિત્તલની ફિલ્મ 'અનુજા' ઓસ્કાર જીતી શકી નહીં: ભારત માટે મોટો ફટકો : ૯૭ માં ઓસ્કાર એવોર્ડ ૨૦૨૫માં સેક્સ વર્કરની કહાની ઉપર આધારિત "અનોરા" બેસ્ટ ફિલ્મ, એડ્રિયન બ્રોડી બેસ્ટ એક્ટર, મિકી મેડિસન બેસ્ટ એક્ટ્રેસ તરીકે જાહેર થયા * બેસ્ટ ડિરેક્ટર : સેન બેકર (ફિલ્મ - અનોરા) * બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન : પોલ તેઝવેલ અને બોવેન યંગ * બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો ખિતાબ ધ બ્રુટાલિસ્ટ માટે ડેનિયલ બ્લૂમબર્ગે જીત્યો * બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ : આ ઈ એમ સ્ટીલ હીયર * એડમ જે ગ્રેવસ્સ અને સુચિત્રા મિત્તલની ફિલ્મ 'અનુજા' ઓસ્કાર જીતી શકી નહોતી. જે ભારત માટે મોટો ફટકો સાબિત થયો. : ઓસ્કારમાં 'ધ બ્રુટાલિસ્ટ' છવાઈ, એડ્રિયન બ્રોડીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ * બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ : શીરીન સોહાની અને હુસૈન મોલાયેમી * બેસ્ટ ફિલ્મ તરીકેનો ઓસ્કાર એવોર્ડ આ વર્ષે અનોરા ફિલ્મને મળ્યો છે. આ ફિલ્મની અભિનેત્રી મિકી મેડિસને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો હતો * બેસ્ટ સિનેમેટોગ્રાફી : ધ બ્રુટાલિસ્ટ * બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ : આઈ એમ નોટ અ રોબોટ

(9:51 AM IST)