તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 3rd March 2025
નરેન્દ્રભાઇને ઉષ્માસભર વિદાય આપતા નેતાઓ-અધિકારીઓઃ હિરાસર : એરપોર્ટ પર આગમન : ૧૦ મીનીટમાં રવાના... : સોમનાથ સાસણથી દિલ્હી જઇ રહેલા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે બપોરે રાજકોટના અદ્યતન હિરાસર એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે તેમને ગુજરાના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી -પૂર્વ રાજયપાલ શ્રી વજુભાઇ વાળા -ધારાસભ્ય સર્વશ્રી જયેશભાઇ રાદડીયા- ડો. દર્શનાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, સાંસદશ્રી રામભાઇ મોકરીયા-અન્ય આગેવાનો-કલેકટર - પોલીસ કમિશનર તથા અન્ય ઉચ્ચ અધીકારીઓએ આવકાર્યા હતા. બાદમાં ઉષ્માસભર વિદાય આપી હતી : માત્ર ૧૦ મીનીટ રોકાણ બાદ વડાપ્રધાન દિલ્હી જવા રવાના થયા હતા.

(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
