<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

જીપીએસસી ભરતી માટેના નવા નિયમ અમલી: મુખ્ય પરિક્ષા આપતા પહેલા પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું આવશ્યક: સાથે ફિઝિકલ ટેસ્ટ – પર્સનાલિટી ટેસ્ટ આપવો પડશે : જીપીએસસી ભરતી માટેના નવા નિયમ અનુસાર, જીપીએસસી વર્ગ-૧ અને ૨ની ભરતી પરીક્ષામાં પ્રિલિમ અને મુખ્ય એમ બે ભાગમાં પરીક્ષા લેવાશે. ઉમેદવારે મુખ્ય પરિક્ષા આપતા પહેલા પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું આવશ્યક છે. પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. જ્યારે મુખ્ય પરીક્ષામાં, પરીક્ષા આપવાની સાથે ફિઝિકલ ટેસ્ટ એટલે કે પર્સનાલિટી ટેસ્ટ આપવો પડશે.

(10:23 AM IST)