તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
નરેન્દ્રભાઈ આજે ઉત્તરાખંડમાં: બાઈક રેલીને લીલી ઝંડી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી આજે ઉત્તરાખંડની મુલાકાતે, તેઓ બાઈક રેલીને લીલી ઝંડી બતાવશે. : પરાજય મળ્યા પછી હવે કોંગ્રેસ હરિયાણાના નેતાઓ સાથે વિચાર વિમર્શ કરશે :ચૂંટણીમાં પરાજય મળ્યાના પગલે ચાર મહિના પછી કોંગ્રેસે હરિયાણાના નેતાઓની આજે બેઠક બોલાવી છે. : સિલેકટ કમિટી આવકવેરા એક્ટ ૨૦૨૫ની સમીક્ષા શરૂ : લોકસભાની સિલેકટ કમિટી આજે અને કાલે આવકવેરા એક્ટ ૨૦૨૫ ની સમીક્ષા કરી રહેલ છે. : ખૂંખાર આતંકી યુપીમાંથી ઝડપાયો : ખૂંખાર આતંકી સંગઠન આઈએસઆઈ સાથે જોડાયેલ ખાલસા ઇન્ટરનેશનલના ટોચના આતંકીને યુપીના કૌસંબામાંથી પંજાબ પોલીસ અને યુપી એસટીએફ દ્વારા ઝડપી લેવામાં આવેલ છે : કડીના બે યુનિટોમાંથી ચાર ટન શંકાસ્પદ તેલ અને પનીરનો જથ્થો કબજે લેવાયો : ઉત્તર ગુજરાતના કડીના બે મેન્યુફેક્ચરિંગ યુનિટોમાંથી ચાર ટન જેટલો શંકાસ્પદ કપાસિયા તેલ અને પનીરનો જથ્થો કબજે લેવાયો. : બલુચિસ્તાનમાં ફરી આઈઈડી વિસ્ફોટ: ચારના મોત : પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મોટર સાયકલમાં લગાવેલ આઈઈડી દ્વારા બજારમાં પ્રચંડ ધડાકો, ચારના મોત પાંચ ઘવાયા. : ૨૦ હજાર કર્મચારીઓને છુટા કર્યા પછી ટ્રમ્પ વધુ પોણો લાખ કર્મચારીઓને તગડી મુકશે : સંખ્યાબંધ મહત્વની એજન્સીઓમાંથી ૨૦,૦૦૦ કર્મચારીઓને છૂટા કરાયા બાદ હવે ફરી એકવાર અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પ લગભગ પોણો લાખ કર્મચારીઓને તગેડી મૂકવાની તૈયારીમાં છે.

(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
