<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

દીવમાં મધદરિયે બોટ સાથે જહાજ અથડાતા બોટ ડૂબી ગઈ: ચાર ખલાસીઓને બચાવી લેવાયા જ્યારે ત્રણ માછીમારોનો કોઈ પત્તો નથી : રાજકોટ: દીવમાં મધદરિયે વણાકબારાથી ૭૦ કિમી દૂર નિરાલી બોટ સાથે દુર્ઘટના સર્જાતા ત્રણ ખલાસીઓને બચાવી લેવાયા છે જ્યારે બોટમાં રહેલા બીજા ચાર ખલાસીઓનો કોઈ પત્તો નથી, બોટ પણ ડૂબી ગઈ છે. તેને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે. : બોટના માલિક ચુનીલાલ બારીયાએ જણાવ્યું કે, મારી નિરાલી નામની બોટ IND DD02 MM 757 દરિયામાં મોડી રાત્રે ૧૧ વાગ્યા આસપાસ કોઈ મોટા જહાજ સાથે સાથે અથડાઈ હતી. અમે ફિશિંગ કરીને ૨ અઠવાડિયા પછી ૪ માર્ચના રોજ પરત ફરી રહ્યા હતાં. ત્યારે જહાજે ટક્કર મારી જેમ અમારી બોટ પલટી મારીને ડૂબી ગઈ. બોટમાં ૭ ખલાસી હતાં, જેમાંથી હજુ સુધી બોટ અને ૪ ખલાસીઓનો કોઈ પત્તું નથી.

(1:48 PM IST)