News of Saturday, 8th March 2025
મોટું નિવેદન!! કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, 'GST સ્લેબનું પુનર્ગઠન અંતિમ તબક્કામાં છે, ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે'. મોટું પગલું!! અમેરિકા સાથે ચાલી રહેલા ટેરિફ તણાવ વચ્ચે, કેન્દ્ર સરકાર, GST નાં વર્તમાન માળખાના ચાર સ્લેબને બદલે ત્રણ સ્લેબ કરવા પર સક્રિયપણે વિચાર કરી રહી છે. * ઘણા માલ અને સેવાઓના હાલના સ્લેબને નવા સ્લેબમાં ખસેડવામાં આવે તેવી શક્યતા છે: નાણા મંત્રાલયના સૂત્રો * દરમિયાન, આજે નિર્મલા સીતારમણે કહ્યું, 'હું કોઈપણ વ્યક્તિને પડકાર આપીશ કે તેઓ મને જણાવે કે, શું એવી કોઈ વસ્તુ છે જેના માટે GST લાગુ થયા પછી GST દર વધ્યો છે?' * સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. (ન્યૂઝફર્સ્ટ)

(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
