News of Monday, 10th March 2025
ભાવનગરના ડેરી રોડ પર i20 કારના ચાલકે કાબુ ગુમાવતા i20 કાર એક વૃક્ષ સાથે ભટકાઇ હતી. GJ 04 EA 3348 નંબરની i20 કારનો મોડી રાત્રે અકસ્માત થયો હતો. તેમાં કારની અંદર ત્રણ યુવકો સવાર હતા, જેવોની કાર પહેલા ડિવાઇડર સાથે અથડાઈ અને ત્યારબાદ કાર વૃક્ષ સાથે જઈને અથડાઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તેમજ અકસ્માત બાદ i20 કારમાંથી MLA ગુજરાત લખેલું બોર્ડ કાઢી લેવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, કારની રફતાર વધુ હોવાને કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન છે.

(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
