<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

ગૃહ રાજ્ય મંત્રીની IG, CP, SP સાથે મહત્વપૂર્ણ બેઠક સંપન્ન : લો એન્ડ ઓર્ડરને લઈ ગાંધીનગરમાં સાંજે ચાર વાગ્યે મળેલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની મીટીંગમા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પોલીસ વડા વિકાસ સહાય, એમ.કે. દાસ, રેન્જ IG, CP, SP સહિતના અધિકારીઓ દ્વારા અસામાજિક તત્વો અને જાહેરમાં બખેડો કરતા લુખ્ખાઓ ઉપર તૂટી પડવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેનો અમલ સૌ પ્રથમ સુરતમાં કાર્યરત 9 મોટી ગેંગના "ડેન્જર પર્સન"ની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. જેના અનુસંધાને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો પોલીસ ગુનેગારો સાથે મળેલી હશે તો તેમની નોકરી પણ જશે તેમ બેઠકમાં નક્કી થયું જાણવા મળે છે. (વિજય વસાણી, અકીલા)

(8:05 PM IST)