<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

મહત્વના સમાચારો ઉડતી નજરે : ખ્રિસ્તી ધર્મ ગુરુ પોપ ફ્રાંસીસ હોસ્પિટલમાં એક મહિના સુધી લાંબી સારવાર લીધા બાદ હવે પોતાના નિવાસ સ્થાન પરત કર્યા છે અને હોસ્પિટલની બહાર એકત્ર ખ્રિસ્તી સમુદાયને તેઓ મળ્યા હતા અને અભિવાદન ઝીલેલ : જમ્મુ કાશ્મીરના પૂંછ ખાતે સુરક્ષા સૈનિકોએ ખાસ ઓપરેશન હાથ ધરી ત્રણેક એ કે ૪૭ રાઇફલ, ઢગલાબંધ મેગેઝીન, એકાદ હજાર કારતૂસ અને ગ્રેનેડ બનાવવાનો સામાન કબજે કરી મોટા કાવતરાને ઝડપી લીધું છે. : આજથી દિલ્હી વિધાનસભાનું સત્ર શરૂ : મણીપુર ઓડિયો ક્લિપ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ રહી છે : રાહુલ ગાંધીની નાગરિકતા વિવાદ કેસમાં અલ્લાહબાદ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે : સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરા ના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પરના કટાક્ષ બાદ શિવ સૈનિકોએ હોટેલ યુનિ કોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી કામરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી

(9:50 AM IST)