News of Wednesday, 26th March 2025
ઝારખંડમાં બે સમુદાયો વચ્ચે ભારે બબાલ સર્જાઈ : ઝારખંડના હજારીબાગમાં મંગળા શોભા યાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ બાદ ભારે પથ્થર મારો, તોડફોડ, હળવો લાઠીચાર્જ થયો, શિવરાત્રી ઉપર પણ બંને પક્ષો વચ્ચે મોટી બબાલ થયેલ : વિદ્યાર્થીની અને તેના પિતાની ગોળી મારી હત્યા કર્યા પછી હત્યારાએ પણ આત્મહત્યા કરી લીધી : બિહારના આરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ ની સીડી ઉપર એક વિદ્યાર્થીની બહેન અને તેના પિતાની ગોળીબાર કરી હત્યા કર્યા બાદ હત્યારાએ પણ જીવ આપી દીધો : ૪૫૪ વૃક્ષો કાપનારને ૪૫૪ લાખનો દંડ ફટકારતી સુપ્રીમ કોર્ટ: પર્યાવરણના મામલામાં દયાને સ્થાન નથી : "વૃક્ષો કાપવા એ માણસોની કતલ કરતાં પણ વધુ ખરાબ છે" સુપ્રીમ કોર્ટ આકરા મિજાજમાં: એક એક વૃક્ષ દીઠ એક એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો: તાજ ટ્રેપેઝિયમ ઝોનમાં ૪૫૪ વૃક્ષો કાપનાર વ્યક્તિની અરજી ફગાવી દઈ જસ્ટિસ ઓકા અને જસ્ટીસ ભૂયાનની બેન્ચે કહ્યું કે પર્યાવરણના મામલામાં દયાને સ્થાન નથી.

(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
