<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

*મહત્વના સમાચારો ઉડતી નજરે* * દેશભરમાં આજે ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, રાજકોટ અમદાવાદ ભાવનગર સહિત દેશભરના અલગ અલગ શહેરોમાં લોકોએ મસ્જિદમાં નમાજ અદા કરી * પૂર્વ દિલ્હીમાં લક્ષ્મીનગરમાં આવેલ મક્કડ હોસ્પિટલમાં આગ લાગી છે * નેપાળમાં હિંસક દેખાવો વચ્ચે વડાપ્રધાનની બેઠકમાં ગઠબંધનમાં જોડાયેલ તમામ પક્ષોના પ્રતિનિધિ હાજર * * દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન આજથી જિંદ–સોનીપત રૂટ ઉપર દોડતી થઈ જશે * આજે પંજાબમાં ખેડૂતોના દેખાવો, આપ પાર્ટીના પ્રધાનો અને ધારાસભ્યોના ઘરને ઘેરાવ કરવા તૈયારી * ગ્રીનલેન્ડના વડાપ્રધાને ટ્રંપના દાવાને ફગાવી દેતા કહ્યું કે અમેરિકા કબજો કરી શકે નહીં * ગાઝા ઉપર ઇઝરાયેલના નવા હુમલામાં ૧૯ મોત, મોટાભાગની મહિલા અને બાળકો ભોગ બન્યા

(10:52 AM IST)