તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
*મહત્વના સમાચારો ઉડતી નજરે* બનાસકાંઠામાં કમકમાટી ભરી દુર્ઘટના સર્જાયેલ છે. જેમાં ઉંબરી નામના ગામમાં, વીજળીનો શોર્ટ લાગતા, માતા અને પુત્ર સહિત ત્રણના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા છે : ફિલ્મ અભિનેતા મનોજકુમારના મુંબઈ ખાતે આજે અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે : દિલ્હીની ભાજપ સરકારે આજથી આયુષ્યમાન ભારત યોજના શરૂ કરી છે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શ્રીલંકાના પ્રેસિડેન્ટને મળી રહ્યા છે : પશ્ચિમ બંગાળમાં રામ નવમીને લીધે હાઈ એલર્ટ જાહેર, સુરક્ષાના સજ્જડ બંદોબસ્ત. : યુપીના ગાજીપુર પંથકમાં માતેલા સાંઢ જેવા બેકાબુ ટ્રેલરે ઝૂંપડીમાં સુતેલા પાંચ ગરીબ લોકોને કચડી નાખ્યા, ૩ બાળકોના સ્થળ પર મોત, બે ગંભીર : ચીનના એકાદ ડઝન લશ્કરી વિમાનો અને છ નૌકા જહાજો વહેલી સવારે તાઈવાનની આસપાસ જોવા મળ્યા હતા. જેમાંના કેટલાક તાઇવાનના હવાઈ ક્ષેત્રની અંદર પ્રવેશી ગયેલ : "રાહુલ ગાંધીજી કૃપા કરીને તેલંગાણામાં અમારા જંગલો કાપવાનું બંધ કરો" દિલ્હીમાં અનેક સ્થળોએ ભાજપના નેતા તજીન્દર બગાએ હોર્ડિંગ્સ લગાવ્યા..

(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
