News of Friday, 11th April 2025
યુરોપ-ચીન વચ્ચે નવી વેપાર સમજૂતી? ચીની ઇલેક્ટ્રિક વાહનો પર ટેરિફ હટાવવાની ચર્ચા : ન્યુઝ ફર્સ્ટ બ્રસેલ્સ : યુરોપિયન યુનિયન અને ચીને, ચીનમાં બનેલાં ઇલેક્ટ્રિક વાહનો અને બસો પર લગાવેલા ટેરિફ દૂર કરવા નવી વાટાઘાટો શરૂ કરી છે. આ ઉપરાંત અન્ય ઉત્પાદનો અને ક્ષેત્રોને પણ સામેલ કરવાની ચર્ચા ચાલી રહી છે. ગયા વર્ષે યુરોપે ચીની ઇલેક્ટ્રિક વાહનો પર ૧૭%થી ૩૫.૩% સુધી ટેરિફ લગાવ્યા હતા. હવે બંને પક્ષો ટેરિફના બદલે ન્યૂનતમ કિંમતો નક્કી કરવા સહમત થયા છે, જેથી વેપારી તણાવ ઘટે. આ નિર્ણયથી યુરોપમાં સસ્તા ચીની ઇલેક્ટ્રિક વાહનોની ઉપલબ્ધતા વધી શકે છે. આ વાટાઘાટોને વેપાર નિષ્ણાતો બંને પક્ષો માટે ફાયદાકારક ગણાવી રહ્યા છે, પરંતુ અમેરિકા-ચીન વચ્ચેના ટેરિફ યુદ્ધની અસર આ સમજૂતી પર પડી શકે છે. અન્ય ક્ષેત્રોમાં સહકાર વધારવાની શકયતાઓ પણ ચીન અને યુરોપ શોધી રહ્યા છે.

(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
