<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

ફરી એક વખત કરોડોનું ડ્રગ ઝડપાયું: આ જથ્થો પોરબંદર લાવવામાં આવી રહ્યો છે : કરોડોનું ડ્રગ ઝડપાયું. પકડાયેલ જથ્થો પોરબંદર લાવવામાં આવી રહ્યાનું સૂત્રો જણાવે છે. એટીએસ (ગુજરાત) પોલીસની બાતમી આધારે કરોડો રૂ.નું ૩૦૦ થી ૩૨૫ કિલો જેટલું ડ્રગ્સ આઈએમબીએલ (ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાયન્સ) સીમા પરથી કોસ્ટ ગાર્ડની મદદથી વિશેષ ઓપરેશનમાં ઝડપાયું. રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અકિલા સાથેની વાતચીતમાં સમર્થન.આ આંતરરાષ્ટ્રીય બોર્ડર ભારતની જળ સીમા નજીક છે. આ પહેલા પણ પોરબંદર અને કચ્છ અને સુરત પોલીસ સહિત ગુજરાત પોલીસની જાગૃતિથી રાજ્યના વિવિધ દરિયાકાંઠે આ પ્રકારનો મોટો જથ્થો પકડાયેલ હતો. ટોચની એજન્સીઓના મતે યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલવા એક પ્રકારનું પ્રોક્ષી યુદ્ધ છે.

(12:09 PM IST)