<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડયો : આદિવાસી વિસ્‍તારમાં મોટા ગજાના નેતા ગણાતા મહેશ વસાવાએ આજે ભાજપ સાથે છેડો ફાડ્‍યો છે.મહેશ વસાવાએ જણાવ્‍યું છે કે હું વિચારધારાના કારણે ભાજપ છોડી રહ્યો છું તેમણે જણાવ્‍યુ છે કે આદિવાસી વિસ્‍તારો હજુ પણ વિકાસથી વંચિત છે પોતાના કામને ન્‍યાય ન મળતું હોવાનું અને ભાજપમાં અહંકાર છે કોઈનું સાંભળતા નથી.ઉલ્લેખની છે કે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્‍ય અને આદિવાસી સુપ્રીમો ગણાતા છોટુ વસાવાના મહેશ વસાવા પુત્ર છે.(વિજય વસાણી અકિલા)

(3:37 PM IST)