News of Wednesday, 16th April 2025
રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે થયેલા સિટી બસ હિટ એન્ડ રનના કેસમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. ડ્રાઇવર શિશુપાલસિંહ રાણા પાસે ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવાનું માન્ય લાયસન્સ નહોતું, કારણ કે તેની સમય મર્યાદા ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. આ અંગે માહિતી આપતા ડીસીપી ઝોન-૨ જગદીશ બંગરવાએ જણાવ્યું કે આ ગંભીર ઘટનામાં ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫ હેઠળ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, મોટર વ્હીકલ એક્ટની કલમ ૫ (લાયસન્સ વિના વાહન ચલાવવું), કલમ ૧૧૭ (જાહેર સલામતીને જોખમમાં મૂકવું), કલમ ૧૮૧ (ખોટી માહિતી આપવી) અને કલમ ૧૮૪ (બેદરકારીથી ડ્રાઇવિંગ કરવું) હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
