News of Friday, 18th April 2025
દર વર્ષે યોજાતો રાજકોટનો લોકમેળો અત્યારથી ચર્ચાએ ચડયોઃ સ્થળ બદલવાની માંગણી થતા તંત્રની અટલ સરોવર પાસેની જમીન પર નજર હજુ રાજકોટના લોકમેળાને ૪ મહિનાની વાર છે...પરંતુ આ મેળાની ચર્ચા અત્યારથી શરૂ થઇ છેઃ મેળાનું સ્થળ બદલવાની માંગણી આવતા કલેકટરે સીટી પ્રાંત-૧ને જવાબદારી સોંપી છેઃ તેમણે મામલતદારો પાસેથી વિગતો માંગીઃ આ લોકમેળો અટલ સરોવર પાસે આવેલ ૯૦ હજાર ચો.મી. ખાડાઓવાળી જમીન પર તંત્રે નજર ઠેરવી છેઃ આ જમીન સમથળ કરવા તંત્રને ૧૦ તથી ૧ર કરોડની જરૂરીયાત છે, જેના પરિણામે કલેકટર દ્વારા આ ખર્ચ કરવા અંગે રાજય સરકારમાં દરખાસ્ત મોકલાઇ છેઃ જેની મંજૂરી આવી ગયા બાદ અટલ સરોવર પાસેની જમીન સમથળ કરવા અંગે કાર્યવાહી થશે.

(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
