<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

મહત્વના સમાચારો ઉડતી નજરે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧૭મા લોક સેવા દિવસ પર રાષ્ટ્રના લોક સેવકોને સંબોધિત કરી રહ્યા છે : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીની મુલાકાતે : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આજે ચાર દિવસીય પ્રવાસે ભારત આવી રહ્યા છે : દેશભરમાં આજે રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ મનાવવામાં આવી રહ્યો છે : નાગાલેન્ડમાં પ્રોફેસરોના નિયમિતિકરણના મુદ્દે વિરોધ-પ્રદર્શન : યુપીના કૃષિનગરમાં બેફામ સ્પીડથી જતીકાર વૃક્ષ સાથે અથડાતા અડધો ડઝન લોકોના કરુણ મૃત્યુ : કેન્દ્રીય કેબિનેટ પ્રધાન રવનિત સિંહ બીટુએ કહ્યું છે કે ખાલિસ્તાનીઓ મારી હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે : વડોદરામાં સાડા ત્રણ દાયકા જુની બિલ્ડીંગ તૂટી પડતા નાસ ભાગ, ૪ ને ઇજા : ઝારખંડના બોકારોમાં સુરક્ષા દળોએ એનકાઉન્ટર કરી અડધો ડઝન માઓવાદીઓને ઠાર કર્યા

(9:33 AM IST)