<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

સરકારની ૧૧ યોજનાની રાજકોટ જીલ્લામાં ૧૦૦ ટકા કામગીરી કલેકટરઃ પ્રભવ જોષીઃ નરેન્દ્રભાઇના હસ્તે એવોર્ડ ગુજરાતમાં રાજકોટ એક માત્ર જીલ્લોઃ ત્રણ ગામો ટોપ ઉપર... વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના હસ્તે આજે રાજકોટ જીલ્લા કલેકટરને પી. એમ. એવોર્ડ અપાઇ રહ્યો છેઃ સરકારની કુલ ૧૧ યોજના જેવી કે હર ઘર જલ, આવાસ યોજના-મીશન ઇન્દ્રધનુષ-પીએમ. સ્વનિધિ-જન આરોગ્ય-માહિ વંદના-કિશાન ક્રેડીટ-કાર્ડ-વિશ્વકર્મા આંગણવાડી-સૂર્યઘર-જેવી યોજનામાં રાજકોટ જીલ્લાએ ૧૦૦ ટકા કામગીરી હાંસલ કરતા અને રાજસમઢીયાળા-ભાડવા અને અનીડા ભાલોડી આ ત્રણેય ગામો પાણી સહિત તમામ યોજનામાં ટોપ ઉપર રહેતા દેશના કુલ પાંચ જીલ્લામાં રાજકોટનો પણ પીએમ એવોર્ડ માટે સમાવેશ કરાયો છેઃ ગુજરાતમાં રાજકોટ એક માત્ર જીલ્લો છેઃ પ્રભવ જોષી દિલ્હી પહોંચ્યા છે.

(11:48 AM IST)