<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

ડોદરાની ગોલ્ડન ચોકડી પાસે અકસ્માતમાં બે લોકોના મોત: સાત લોકો ઘાયલ : ટ્રક પાછળ ખાનગી બસ ઘુસી ગઈ : સુરથી અમદાવાદ જતી હતી બસ : વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. ટ્રક પાછળ ખાનગી બસ ઘૂસી જતાં બે લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે સાત લોકોને ઇજા પહોંચી છે. બસ સુરતથી અમદાવાદ જતી હતી એ દરમિયાન અકસ્માતનો બનાવ બન્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ સ્થળે પોલીસ પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:16 PM IST)