<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

સોનાએ આજે સાંજની ટ્રેડિંગમાં ઇતિહાસ રચ્યો હતો, ભૌતિક બજારમાં ₹ 1,00,000ની સપાટી વટાવી દીધી હતી. છેલ્લે નોંધાયેલ 24 કેરેટ (999) સોનાની કિંમત ₹ 97,200/- પ્રતિ 10 ગ્રામ હતી. તેના પર 3% જીએસટી લાગતા ભાવ ₹ 1,00,116 સુધી પહોંચી ગયો હતો. આમ, શુદ્ધ સોનાએ પહેલીવાર એક લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામનો આંકડો પાર કર્યો હતો. (ન્યૂઝફર્સ્ટ)

(10:48 PM IST)