<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

ફેસબુક બાદ હવે ઇન્સ્ટાગ્રામ પર શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. આ અંગેની માહિતી ખુદ મંત્રીએ પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે કોઈ અજાણ્યા શખ્સે તેમનું બનાવટી એકાઉન્ટ બનાવીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ બનાવને પગલે મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.

(4:13 PM IST)