<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

સુરતના પાલનપુર કેનાલ રોડ પર આવેલી નક્ષત્ર બિલ્ડિંગમાં આજે આગ લાગવાની ઘટના બની છે. બિલ્ડિંગની લિફ્ટમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સાત ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આગના કારણે બિલ્ડિંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધા બાદ વધુ માહિતી ઉપલબ્ધ થશે.

(3:01 PM IST)