<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

પહેલગામ આતંકી હુમલા પર સર્વ પક્ષીય બેઠક આજે સાંજે: રાજનાથ સિંહ અમિતભાઈ અને જયશંકર હાજર રહેશે : : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલે થયેલા આતંકી હુમલા અંગે આજે સાંજે ૬ વાગ્યે સર્વદળીય બેઠક યોજાશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં યોજાનારી આ બેઠકમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને વિદેશમંત્રી એસ. જયશંકર પણ હાજર રહેશે. સરકાર વિરોધી પક્ષોને આતંકી હુમલાની સંપૂર્ણ માહિતી આપશે. આ હુમલામાં ૨૮ નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા, જેના કારણે દેશભરમાં પ્રચંડ રોષનો માહોલ છે.

(9:50 AM IST)