<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ન્યૂઝફર્સ્ટ : ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ અને ચીન વચ્ચે વેપાર ટેરિફ અંગે ચર્ચા થઈ હોવાનો દાવો કરતાં વિવાદ સર્જાયો છે. ચીન સરકારના પ્રવક્તાએ ટ્રમ્પના દાવાને નકારી કાઢતા કહ્યું કે, "ચીન અને યુએસએએ ટેરિફના મુદ્દે કોઈ વાતચીત કે વાટાઘાટો કરી નથી, કરાર સુધી પહોંચવાની તો વાત જ દૂર છે." એક પત્રકારે ટ્રમ્પને પૂછ્યું કે ચીન તો તમારા દાવાને ખોટો ગણાવી રહ્યું છે, તો ટ્રમ્પે જવાબ આપ્યો કે, "તેમની આજે સવારે બેઠક થઈ હતી." જ્યારે પત્રકારે પૂછ્યું કે "તેમની એટલે કોની?" ત્યારે ટ્રમ્પે કહ્યું કે, "તે કોણ છે તે મહત્વનું નથી." આ ઘટનાએ બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ ઊભો કર્યો છે.

(9:44 AM IST)