News of Saturday, 26th April 2025
ગતરોજ સુરત શહેર પોલીસે બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમોએ સંયુક્ત કાર્યવાહી કરીને અલગ-અલગ વિસ્તારોમાંથી પુરુષો અને મહિલાઓ સહિત 100થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોની માહિતી મળ્યા બાદ આ વિશેષ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. આટલી મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડથી શહેરમાં ચકચાર મચી ગઈ છે.

(8:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
