News of Saturday, 26th April 2025
દિલ્હી-મુંબઈ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે. હરિયાણાના નૂંહ જિલ્લાના ઇબ્રાહિમબાસ ગામ નજીક એક પૂરપાટ ઝડપે આવી રહેલા પીકઅપ વાહને હાઈવે પર સફાઈ કરી રહેલા કર્મચારીઓને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં 6 સફાઈ કર્મચારીઓનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે અન્ય 5 ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
