<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

વલસાડની જાણીતી આલોક કંપનીમાં બોમ્બ મુકાયો હોવાનો મેસેજ મળતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. વલસાડ પોલીસ કંટ્રોલ રૂમને વોટ્સએપ દ્વારા આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કંપનીમાં સઘન તપાસ હાથ ધરી હતી. જો કે, પોલીસની વિસ્તૃત તપાસ બાદ બોમ્બ મુકાયાનો આ મેસેજ માત્ર અફવા સાબિત થયો હતો. આ ઘટનાને પગલે કંપનીના કર્મચારીઓ અને આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ પોલીસે સમયસર કાર્યવાહી કરીને પરિસ્થિતિને થાળે પાડી હતી.

(2:52 PM IST)