<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા ભીષણ આતંકવાદી હુમલાના જવાબદાર આતંકવાદીઓને સુરક્ષા દળોએ શોધી કાઢ્યા છે. હાલમાં, કાશ્મીરના એક અજ્ઞાત સ્થળે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષા દળોને જોતા જ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબમાં ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. સુરક્ષા કારણોસર અથડામણનું ચોક્કસ સ્થળ જાહેર કરવામાં આવી રહ્યું નથી. સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે અને તેમને ખતમ કરવાનું અભિયાન અંતિમ તબક્કામાં છે.

(1:26 PM IST)