<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક પહેલગામ હુમલા બાદની બીજી બેઠક હશે. CCSમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ટોચના અધિકારીઓ ભાગ લેશે.

(1:14 PM IST)