<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

ન્યૂઝફર્સ્ટ : ગઈ કાલથી એર ફ્રાન્સ, બ્રિટિશ એરવેઝ અને સ્વિસ એર જેવી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે ભારત આવતી અથવા ભારતથી બહાર જતી તેમની ફ્લાઈટના રૂટમાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું છે. આ ફેરફાર પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રને ટાળવા માટે કરવામાં આવ્યો છે. જો કે, પાકિસ્તાને હાલમાં માત્ર ભારતીય રજિસ્ટર્ડ એરલાઇન્સ માટે જ પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે મુસાફરોની સલામતી અને સંભવિત વિલંબને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે આ પગલું ભર્યું છે. આના કારણે ફ્લાઈટના સમયમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે.

(9:37 AM IST)