<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

ન્યૂઝફર્સ્ટ : હવામાનમાં આવેલા અચાનક પલટાને કારણે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હી - NCRના ઘણા વિસ્તારોમાં 3 મેથી કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. પવનની દિશામાં થયેલા ફેરફારને કારણે વરસાદી વાદળો આ વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે. એટલું જ નહીં, ગુજરાત અને રાજસ્થાન તરફ આગળ વધી રહેલા વરસાદી વાદળો આવતા અઠવાડિયે અચાનક ભારે વરસાદ અને જોરદાર પવન લાવી શકે છે. બીજી તરફ, છેલ્લા ઘણા સમયથી તીવ્ર ગરમીનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રને પણ 6 અને 7 મેના રોજ થોડી રાહત મળવાની શક્યતા છે.

(12:28 PM IST)