News of Saturday, 3rd May 2025
રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે તાત્કાલિક અસરથી દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. સંઘ દ્વારા પ્રતિ કિલો ફેટના ભાવમાં ₹10નો વધારો કરવામાં આવ્યો છે, જેના પરિણામે હવે ખેડૂતો અને માલધારીઓને પ્રતિ કિલો ફેટના ₹810 ચૂકવવામાં આવશે. રાજકોટ જિલ્લાના અંદાજે 50,000 પશુપાલકોને આ ભાવ વધારાનો સીધો ફાયદો થશે, જે તેમની આવકમાં વધારો કરશે. સંઘના આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
