<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

ગુજરાતમાં આવતીકાલે યોજાનાર રાષ્ટ્રવ્યાપી મોકડ્રીલનું આયોજન ચીફ સેક્રેટરી પંકજ જોશીના નેતૃત્વમાં થશે, તેમ જાણવા મળે છે. આ મોકડ્રીલને ત્રણ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવી છે. કેટેગરી Aમાં સુરત, વડોદરા અને કાકરાપાર જેવા સંવેદનશીલ વિસ્તારોનો સમાવેશ થાય છે. કેટેગરી Bમાં અમદાવાદ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર અને ઓખા જેવા શહેરો અને ઔદ્યોગિક વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે કેટેગરી Cમાં ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા અને નવસારી જેવા સરહદી અને અન્ય સંવેદનશીલ જિલ્લાઓમાં મોકડ્રીલ યોજાવાની શક્યતા છે. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ કોઈપણ આપત્કાલીન પરિસ્થિતિમાં રાજ્યની તૈયારીઓની ચકાસણી કરવાનો અને નાગરિકોને સુરક્ષા અંગે જાગૃત કરવાનો છે.

(3:22 PM IST)