<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાનમાં ૯ આતંકવાદી ઠેકાણાં પર મિસાઇલ હુમલા કર્યા છે, જેમાં મુઝફ્ફરાબાદ, કોટલી, ગુલપુર, ભીમ્બર, સિયાલકોટ, ચક અમરૂ, મુરીદકે, બહાવલપુર અને LoC નજીકના એક ચોક્કસ સ્થળનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, આ હુમલામાં ફ્રાન્સમાં નિર્મિત અત્યાધુનિક SCALP મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં નવ આતંકવાદી કેમ્પો સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવ્યા છે અને અંદાજે ૭૩ આતંકવાદીઓ માર્યા ગયા હોવાના સમાચાર છે. (ન્યૂઝફર્સ્ટ)

(5:19 AM IST)