તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 7th May 2025
રાજકોટ જામનગર ભુજ સહિતની વિમાની ફ્લાઈટો બપોર સુધી રદ થઈ : ઓપરેશન સિંદૂરમાં સામેલ થયેલ ભારતીય એરફોર્સના તમામ પાયલોટ સહી સલામત માતૃભૂમિ ઉપર પરત ફર્યા: વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને એર ઇન્ડિયાએ રાજકોટ જામનગર ભુજ અમૃતસર જોધપુર શ્રીનગર અને જમ્મુ ની ફ્લાઈટો આજે બપોરે ૧૨ વાગ્યા સુધી રદ કરી નાખી છે આ પછી સત્તાવાર જાહેરાત મુજબ નિર્ણય લેવાશે: ઓપરેશન સિંદૂરમાં સામેલ થયેલ ભારતીય એરફોર્સના તમામ પાઇલોટો સહી સલામત પોતાની માતૃભૂમિ ઉપર પરત ફર્યા છે. દરમિયાન પાકિસ્તાનના સરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે યુટર્ન લઇ જાહેર કર્યું છે કે એક પણ ભારતીય સૈનિકને કેદી તરીકે પકડવામાં આવેલ નથી. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ તેમણે કહેલ કે દુશ્મનાવટનો અંત આવતો હોય તો અમે ચોક્કસ ભારત સાથે વાતચીત કરશું. આ પહેલા પાકિસ્તાને ગુલબાંગો ફૂંકી હતી કે કેટલાક ભારતીય સૈનિકોને એરેસ્ટ કર્યા છે

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
