News of Thursday, 22nd May 2025
ચાંદીએ પુનઃ ૧,૦૦,૦૦૦ની સપાટી વટાવી ર૦૦૦ રૂા.ના ઉછાળા સાથે ચાંદીના ભાવ ૧,૦૧,૦૦૦ : સોનામાં ૮૦૦ રૂા. વધતા ભાવ ૯૯,૪૦૦ રૂા. થયા રાજકોટ, તા., રરઃ બુલીયન માર્કેટમાં તેજીનો દોર યથાવત રહયો છે. ચાંદીમાં આજે વધુ ર૦૦૦ રૂા.નો ઉછાળો થતા ચાંદીના ભાવે પુનઃ ૧ લાખની સપાટી વટાવી છે. ચાંદી ચોરસા ૧ કિલોનો ભાવ ૯૯,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૦૧,૦૦૦ રૂા. થયા છે. સોનામાં પણ ૮૦૦ રૂા.નો ભાવવધારો થતા સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૯૮,૬૦૦ રૂા. હતા તે વધીને ૯૯,૪૦૦ રૂા. થયા છે.

(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
