<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

યુક્રેને આજે રશિયન પ્રદેશ પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો હોવાના અહેવાલ છે. યુક્રેનિયન ડ્રોન દ્વારા રાતોરાત રશિયાના તુલા શહેર સ્થિત એક મોટા ઉત્પાદન પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યો હતો, જેને કારણે પ્લાન્ટને ભારે નુકસાન થયું છે. આ પ્લાન્ટ MLRS (મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ) અને અન્ય મહત્વપૂર્ણ સંરક્ષણ પ્રણાલીઓનું મોટા પાયે ઉત્પાદન કરતો હતો. આ હુમલા બાદ, રશિયા હવે લાંબા અંતરના હુમલાઓથી બચાવવા માટે મોસ્કો ક્ષેત્રમાં નોંધપાત્ર હવાઈ સંરક્ષણ સંપત્તિઓ અને દળોને તૈનાત કરી રહ્યું છે. (ન્યૂઝફર્સ્ટ)

(10:36 PM IST)