<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આજે દિલ્હી-NCR અને મુંબઈમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જયપી ઇન્ફ્રાટેક, જયપી એસોસિએટ્સ અને આ ગ્રુપ સાથે સંકળાયેલી અન્ય ઘણી હાઈ-પ્રોફાઈલ કંપનીઓ અને વ્યક્તિઓ પર ED એ તવાઈ બોલાવી છે. દરોડા પાડવામાં આવેલી કંપનીઓમાં ગૌરસન્સ, ગુલશન, મહાગુણ અને સુરક્ષા રિયાલિટી જેવી જયપી ની સહયોગી પ્રોજેક્ટ્સ અને ફર્મ્સનો પણ સમાવેશ થાય છે. આ દરોડાથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં ખળભળાટ મચી ગયો છે. (ન્યૂઝફર્સ્ટ)

(2:52 PM IST)