<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન (EU) સાથેના વેપાર સંબંધો મુદ્દે ફરી એકવાર આક્રમક વલણ અપનાવ્યું છે. ન્યૂઝફર્સ્ટ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રમ્પે આજે જાહેરાત કરી છે કે, "EU સાથેની ટેરિફ વાટાઘાટો ક્યાંય પહોંચતી નથી, હું ૫૦% ટેરિફ લાદી રહ્યો છું." ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે અગાઉ ૨૫% ટેરિફ લાદવાની ધમકી આપી હતી, પછી ૨૦%ની જાહેરાત કરી, ત્યારબાદ ૧૦%ના મૂળ દરે ૯૦ દિવસનો વિરામ જાહેર કર્યો હતો, પરંતુ હવે તેમણે સીધા જ ૫૦% ટેરિફ લાદવાની વાત કરી છે. આ જાહેરાત ૯૦ દિવસનો વિરામ ગાળો (૧૪ જુલાઈ, ૨૦૨૫) પૂરો થાય તેના લગભગ એક મહિના પહેલા કરવામાં આવી છે, જે વૈશ્વિક બજારોમાં નવા તણાવનું કારણ બની શકે છે.

(7:26 PM IST)