તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
શેરબજારમાં રોનકઃ ઈન્ટ્રાડે નીફટી ૨૫૦૦૦ ઉપરઃ સેન્સેકસ ૮૨૧૦૦ ઉપર મુંબઈ, તા.૨૬: આજે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે, શેરબજારમાં તેજી જોવા મળી રહી ઈન્ટ્રાડે સેન્સેક્સ ૮૨,૨૦૦ ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે, લગભગ ૫૦૦ પોઈન્ટ વધીને. નિફ્ટી પણ લગભગ ૧૫૦ પોઈન્ટ વધીને ૨૫,૦૦૦ ના સ્તરે છે. ૨.૩૦ કલાકે સેન્સેકસ ૩૯૧ અપ સાથે ૮૨૧૧૨ તો નીફટી ૧૨૮ અપ સાથે ૨૪૯૮૧ ઉપર છે. સેન્સેક્સના ૩૦ માંથી ૨૨ શેરોમાં સુધારો, ૮ નીચે છે. મહિન્દ્રા, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ સહિત કુલ ૧૧ શેરોમાં ૨.૭% વધારો. ઝોમેટો લગભગ ૩.૫% ઘટાડો. નિફ્ટીના ૫૦ માંથી ૩૬ શેરોમાં સુધારો અને ૧૪ નીચે છે. NSE ના તમામ ક્ષેત્રોમાં સુધારો છે. ઓટો ઇન્ડેક્સ ૧.૩૩%, મેટલ ૧.૦૬%, IT ૦.૭૬% અને રિયલ્ટી ૦.૮૩% વધારો.

(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
