News of Friday, 30th May 2025
જામનગર-ધ્રોલ હાઈવે પર આવેલા એક હીરાના કારખાનામાં ચાલતી ૧૩ માસની અખંડ રામધૂનમાં એક ભક્તનું અચાનક હાર્ટએટેકથી અવસાન થયું છે. હાડાટોડા ગામના ૭૫ વર્ષીય વિદુરસિંહ હળદરોલજી જાડેજા ગત મોડી રાત્રિના સમયે ધૂનમાં મંજીરા વગાડી રહ્યા હતા, ત્યારે અચાનક હાર્ટએટેક આવતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા અને તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વિદુરસિંહ જાડેજા થોડી મિનિટો પહેલાં જ કીર્તનના તાલે મંજીરા વગાડતા અને રમતા જોવા મળે છે. આ ઘટનાથી ધાર્મિક વાતાવરણમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. (સંજય ડાંગર, ધ્રોલ);જુઓ વિડીયો

(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
