<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

ઓટો રીક્ષા ઉપર સિમેન્ટના સીટ ભરેલો ટ્રક પલટી મારી જતા સાત યાત્રાળુઓના મોત : મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં આજે સોહાગી પહાડની નજીક જઈ રહેલ ઑટો રિક્ષા પર સીમેન્ટની શીટ ભરેલો ટ્રક ઑટો રિક્ષા પર પલટી મારી ગયો. ઑટો રિક્ષામાં સવાર ૮માંથી ૭ તીર્થયાત્રીઓના મોત થયા છે. જ્યારે ૩ લોકો ગંભીર છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. યાત્રિકો પ્રયાગરાજથી ગંગા સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા. તીર્થયાત્રી મઉગંજના નિવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

(4:34 PM IST)