<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

જામનગરમાં લાખોટા તળાવના ગેટ નંબર ૭ અને ૮ વચ્ચે એક અજાણી મહિલાએ અગમ્ય કારણોસર તળાવમાં ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને મહિલાને પાણીમાંથી બહાર કાઢી હતી અને મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી.

(12:34 PM IST)