<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ખેલાડી નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી વેસ્ટ ઈન્ડિઝના ૨૯ વર્ષના સ્ટાર ખેલાડી નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. નિકોલસ પૂરન વેસ્ટ ઈન્ડિઝ માટે ટી૨૦ આઈમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે નિવૃત્તિ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, 'મારા માટે આ નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ હતું, પરંતુ મે ખૂબ વિચાર કર્યા પછી નિર્ણય લીધો છે.' નિકોલસ પૂરણ ટી૨૦ આઈમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. અફઘાનિસ્તાન સામે બોલ ટેમ્પરિંગના આરોપમાં તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. કિરોન પોલાર્ડની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ સંભાળ્યું. તેના કેપ્ટનશીપ હેઠળ, વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને ૪–૧થી હરાવ્યું. ૨૦૨૨માં તેને કાયમ માટે વ્હાઇટ-બોલ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. પરંતુ ઓસ્ટ્રેલિયામાં આયોજિત ટી ૨૦ વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેણે કેપ્ટનશીપ છોડી દીધી. નિકોલસ પૂરન ૧૦૬ ટી ૨૦ મેચોમાં ૨૨૭૫ રન બનાવ્યા હતા. તેમનો સ્ટ્રાઈક રેટ ખૂબ જ સારો હતો, જેના કારણે તે હંમેશા વિરોધી ટીમ માટે ખતરો રહ્યો. તેણે ૬૧ વનડે પણ રમી હતી, જેમાં તેણે ત્રણ સદી ફટકારી હતી. તેણે ૨૦૧૯ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.

(9:50 AM IST)