News of Tuesday, 10th June 2025
ભાજપ શાસિત રાજ્યોમાં જિલ્લા સ્તરે પ્રેસ કોન્ફરન્સ શરૂ: મોદી સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા આજે દેશભરના ભાજપ શાસિત રાજ્યોના તમામ જિલ્લા મુખ્યાલયો પર પ્રેસ કોન્ફરન્સ યોજાયેલ છે. આ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકારની છેલ્લા ૧૧ વર્ષની સિદ્ધિઓ, જનકલ્યાણકારી યોજનાઓ અને ભવિષ્યની રૂપરેખા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં સ્થાનિક સાંસદો, ધારાસભ્યો અને પક્ષના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહીને સરકારની વિકાસયાત્રા પર પ્રકાશ પાડશે. આ પ્રસંગે સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ સંવાદ યોજવામાં આવશે.

(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
